ગુજરાત રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં CLERK SETUP મંજૂર કરાવવા ધ્યાનમાં રાખવાની સૂચનાઓ 

P.Raval
By P.Raval
3 Min Read

CLERK SETUP

વર્ષ 2023-24 માં રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું CLERK SETUP નક્કી કરવાની કાર્યવાહી on-line પોર્ટલ દ્વારા કરવામાં આવશે.

રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું CLERK SETUP નક્કી કરવા બાબતે સંદર્ભદર્શિત પત્ર (1)ની તમામ શરતો અને જોગવાઇઓને આધીન રાજયની તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીઓને તા.31/08/2023 ની સ્થિતિએ વિદ્યાર્થી સંખ્યા આધારિત વર્ષ 2023-24 નું બિન શૈક્ષણિક કર્મચારી(કલાર્ક)નું CLERK SETUP અત્રેની કચેરીએથી મંજૂર કરાવવા નીચે મુજબની કાર્યરીતિનો ત્વરિત અમલ કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને જણાવવામાં આવે છે.

શિક્ષણમંત્રીની DEO-DPO અંગે કરી મોટી જાહેરાત

CLERK SETUP મંજૂર કરાવવા ધ્યાનમાં રાખવાની સૂચનાઓ

  • દરેક બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ “પત્રક-A” માં વિગતો ભરી શિક્ષણ વિભાગના તા.19/01/2821 ના ઠરાવમાં દર્શાવેલ શરતો અને જોગવાઇ તેમજ સરકારશ્રીના વખતોવખતૉના ઠરાવ/પરિપત્રથી નિશ્ચિત કરેલ વિદ્યાર્થી સંખ્યા આધારિત CLERK SETUP મુજબ મળવાપાત્ર થતા મહેમની સ્પષ્ટતા સાથે આધારો સહીતની દરખાસ્ત તેમના જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને કરવાની રહેશે.
  •  જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ, તેઓએ નીમેલ સ્થળ તપાસ અધિકારી દ્વારા દરેક શાળાની સ્થળ તપાસ કરી જે તે શાળાને મળવાપાત્ર સેટ-અપ અંગે રેકર્ડ આધારિત માહિતી “પત્રક-A” માં સ્થળ તપાસ અધિકારીનો સ્પષ્ટ અભિપ્રાય અને તે વિગતો ચકાસ્યા બદલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય અને ચકાસણી બદલનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ પ્રક્રિયા દિન -10 માં પૂર્ણ કરવાની રહેશે.
  • “ પત્રક-4 “માં સંપૂર્ણ દરખાસ્ત તૈયાર થયા બાદ શાળાવાઈઝ દરખાસ્ત તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તેમની કચેરીમાં જ રાખવાની રહેશે. અત્રેની કચેરી દ્વારા મોકલી આપવામાં આવેલ “ પત્રક-B”માં “પત્રક-A” ની માહિતીનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એકત્રીકરણ કરી “ પત્રક-B” તૈયાર કરવાનું રહેશે.

GSEB ધોરણ -10 અને 12 માર્ચ 2024 પરીક્ષા ફી માળખા ની જાહેરાત

- - Join For Latest Update- -
  •  અત્રેની કચેરીના S.A.S.પોર્ટલ પર દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાના લોગીન આઇ.ડી. માંથી લોગીન થઇ પત્રકોના મેનુમા જઇ પત્રક-20 (બિન શૈક્ષણિક “ પત્રક-B”માં માહિતી ભરવાની સૂચના અત્રેની કચેરી દ્વારા આપવામાં આવશે. S.A.S.પોર્ટલ પરથી મળેલ ડેટાના આધારે વર્ષ 2023-24 નું બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું CLERK SETUP નક્કી કરવામાં આવશે.
  • વર્ષ 2023-24 ના રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું CLERK SETUP નક્કી કરવા બાબતે શિક્ષણ વિભાગના તા.19/01/2021 ઠરાવનો સંપૂર્ણ અભ્યાસ કરી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  • બિન શૈક્ષણિક કર્મચારીઓનું CLERK SETUP નક્કી કરવા બાબતે પત્રક A અને પત્રક B ની માહિતી ભરવામાં થયેલ ભૂલ ક્ષમ્ય ગણાવી નહિ.
  •  દરેક બિન સરકારી અનુદાનિત શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ CLERK SETUP મંજુર કરવા માટેના સ્પષ્ટ અભિપ્રાય માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જવાબદાર રહેશે, “પત્રક-A” અને “પત્રક-B” ની વિગતો સંપૂર્ણ અને ચોક્સાઇ સાથે ભરવી.
TAGGED:
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment