ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સુપરવાઇઝર ની નિમણુક માટે ગુણાંકન યોજના દાખલ કરવા બાબત.

P.Raval
By P.Raval
2 Min Read

સુપરવાઇઝર ની નિમણુક માટે ગુણાંકન યોજના : ગુજરાત શિક્ષણ વિભાગના તા.26/06/2023 ના ઠરાવથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમંત્રી વિનિયમ 1974 ના વિનિયમ ક્રમાંકઃ19 (5) માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સુપરવાઇઝર બાબતે સુધારો થતાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સુપરવાઇઝર ની નિમણુક માટે હાલ અમલી ગુણાંકન પધ્ધતિમાં સુધારો કરવો જરૂરી જણાય છે.

ઉક્ત બાબતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સુપરવાઇઝર ની નિમણુક માટે નીચે મુજબ ગુણાંકન યોજના દાખલ કરેલ છે.

સુપરવાઇઝર ની નિમણુક માટે ગુણાંકન યોજના

1.સ્નાતક- 10

2.અનુસ્નાતક- 10

3.તાલીમી લાયકાત- 10

- - Join For Latest Update- -

4.પી.એચ.ડી- 02

5.એમ.ફિલ- 02

6.એમ.એડ- 02

7.બીજા વિષયમાં સ્નાતક અનુસ્નાતક- 02

8. સંસોધન પ્રોજેક્ટા લેખન કાર્ય પરામર્શન કાર્ય- 02

સુપરવાઇઝર ની નિમણુક માટે ગુણાંકન યોજના

નોંધ:- સ્નાતક,અનુસ્નાતક અને તાલીમી સ્નાતકની લાયકાતમાં 100 % ગુણ મેળવનારને 10 માર્ક્સ મળશે એટલે કે 63 % ગુણ મેળવનારને 6.3 ગુણ મળશે.

અનુભવ :- વર્ષ દિઠ 02 ગુણ અને સત્ર દિઠ 01 ગુણ ગણવો.

નોંધ:- અનુભવના ગુણમાં જે શાળામાં સુપરવાઇઝરની નિમણુક કરવાની છે તે શાળાની નોકરીના અનુભવના 100 % ગુણ ગણવા અને અન્ય શાળાની નોકરીના અનુભવના 75 % ગુણ ગણવા

આ રીતે નિમાતા સુપરવાઇઝરને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ વિનિયમ 1974 ના વિનિયમ ક્રમાંકઃ28 (6) મુજબ કાર્યભાર આપવાનો રહેશે.

GSEB દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 નો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવાની સૂચના

જે જે શાળામાં સુપરવાઇઝરની નિમણુક માટે એક થી વધુ શિક્ષકોના ગુણ સમાન થાય તો

(1) પ્રથમ લાયકાત ધ્યાનમા લેવી

(2) લાયકાત સમાન હોય તો વિભાગની દાખલ તારીખ ધ્યાનમાં લેવી

(3) વિભાગમાં દાખલ તારીખ સમાન હોય તો જન્મ તારીખ ધ્યાનમાં લેવી તથા ઉંમરમાં જે મોટા હોય તેને પસંદગી આપવાની રહેશે.

 

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment