અમદાવાદમાં સ્કૂલોના પાપે નિવૃત્ત કર્મીઓની બગડી દિવાળી, DEOએ બેદરકારી દાખવનાર 13 સ્કૂલોને આપી નોટિસ

P.Raval
By P.Raval

Ahmedabad DEO News : અમદાવાદમાં સ્કૂલોના પાપે 176 નિવૃત કર્મીઓની દિવાળી બગડી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં નિવૃત કર્મચારીઓ સાતમાં પગાર પંચના પાંચમા હપ્તાથી વંચિત બન્યા છે.

વિગતો મુજબ આ નિવૃત કર્મચારીને સાતમા પગારપંચનો લાભ મળે તે માટે DEOએ પ્રક્રિયા કરી પણ સ્કૂલોએ વિગતો પૂરી જ ન પાડી હોવાનું સામે આવ્યું છે.

આ તરફ હવે બેદરકારી દાખવનાર 13 સ્કૂલોને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેમાં આ નિવૃત કર્મચારીઓની સમયસર વિગતો પૂરી પાડવામાં બેદરકારી દાખવતા નોટિસ આપવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ વિભાગના કર્મચારીઓને સાતમા પગાર પંચનો હપ્તો ચુકવાવ માટે સરકાર દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં દરેક જિલ્લામાં ગ્રાન્ટ મોકલવામાં આવી હતી. જેથી નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓને પણ નિયત સમયમાં લાભ મળી રહે.

જેને લઈ અમદાવાદ શહેર DEO દ્વારા પણ 25 સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ પાસેથી વિગતો માગવામાં આવી હતી. આ તરફ અનેક શાળાઓએ વિગતો મોકલી જોકે અમુક શાળાઓએ બેદરકારી દાખવી વિગતો નહીં મોકલતા હવે અનેક નિવૃત કર્મચારીઓની દિવાળી બગડી છે.

- - Join For Latest Update- -

176 જેટલા નિવૃત કર્મચારીઓની દિવાળી બગડી

અમદાવાદ શહેર DEO દ્વારા શાળાઓ પાસેથી વિગતો માગવામાં આવ્યા બાદ 2,500 જેટલા નિવૃત્ત કર્મચારીઓની વિગતો સમયસર આવી જતા તેઓને મળવાપાત્ર લાભની ચૂકવણી કરી દેવાઈ હતી.

આ તરફ શહેરની 13 શાળાઓએ તેમના 176 જેટલા કર્મચારીઓની વિગતો સમયસર ન મોકલાવતાં આ કર્મચારીઓ પાંચમા હપ્તાથી વંચિત રેટ તેમની દિવાળી બગડી છે.

DEO

અમદાવાદ શહેર DEO દ્વારા 13 શાળાઓને નોટિસ

અમદાવાદ શહેર DEO દ્વારા નિવૃત્ત થઈ ગયેલા 176 કર્મીઓની દિવાળી બગાડનાર 13 શાળાઓને આ અંગે ખુલાસો રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. DEO આ સ્કૂલોને સ્પષ્ટ જણાવ્યું છે કે, નિવૃત્ત થનાર કર્મચારીઓના તમામ આધાર રજૂ કરવા માટે સ્કૂલોને 25 સપ્ટેમ્બરના રોજ સુચના આપવામાં આવી હતી.

આ દરમિયાન શહેરની મોટાભાગની શાળાઓ દ્વારા વિગતો રજૂ કરવામાં આવી હતી જેથી આવી સ્કૂલોના કર્મચારીઓના સાતમા પગાર પંચના પાંચમા હપ્તાની ચૂકવણી પણ થઈ ચુકી છે. પરંતુ આ 13 શાળાઓ દ્વારા નિયત મર્યાદામાં વિગતો રજૂ કરાઈ ન હતી.

TAGGED:
By P.Raval
Follow:
I am P.Raval. I am a blogger and content creator at MyGujju. I have experience in various fields which include current happenings in various fields including Government Jobs Updates, Government Schemes, Latest News Updates, Tech Trends, Sports, Gaming, Politics, Government Policies, Finance and etc.
Leave a comment