ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત

P.Raval
By P.Raval
2 Min Read
ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત
ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત
ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત

ગુજરાત નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વાર આજે ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત નો પરિપત્ર કરેલ છે.

રાજ્યની ધોરણ-9 થી 12 બિનસરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ અર્થે રાજ્ય બહાર જવા માટે ના સરકારી અત્રેથી મંજૂર મેળવવાની રહે છે. આ અંગે અત્રે ફાઇલ રજુ કરવા અંગેની સૂચનાઓ અગાઉ ક્રમાંક:30 55- 58,તા.22/10/2019 થી પરિપત્રિત કરેલ હતી તેમ છતાં ઘણા સમયથી પ્રવાસમાં જવાની તારીખની સમય મર્યાદા બહારની ફાઇલો મળે છે.

ગુજરાત રાજ્યની 1200 જેટલી ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક વિહોણી, 800 માં પટાવાળા જ નહીં,જાણો સંપૂર્ણ માહિતી

જેથી પ્રવાસની મંજૂરી અંગે કાર્યવાહી સમયમર્યાદામાં થઇ શકતી નથી. જેને ધ્યાને લેતા નીચે પ્રમાણે વિગતે કાઇલ અત્રે રજૂ કરવામાં આવે તે જરૂરી છે.

ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત

  • અત્રેની કચેરીને ફાઇલ પ્રવાસ શરૂ થવાના તારીખના ઓછામાં ઓછા દિન-૧૦(દસ) પહેલા મળે તે અચૂક જોવાની જવાબદારી આપશ્રીની કચેરીની રહેશે.
  • ફાઇલમાં ચેકલીસ્ટ મુજબ તમામ વિગતો અનુક્રમે અને પાના નંબર સહિત ગોઠવવી અને તેની ચકાસણી કર્યા બાદ જ મોકલવી.
  • જિલ્લા શિક્ષણાધિકારીની સહી વાળું ચેકલીસ્ટ રજૂ કરવાનું રહેશે.
  •  પ્રવાસની ફાઇલમાં ચેકલીસ્ટ મુજબ તમામ વિગતો જે અત્રે રજૂ કરવાની થાય તે બધા પ્રમાણપત્રોમાં જાવક નંબર તથા તારીખ /આધારો પર આચાર્ય/સંસ્થાના સહી સિક્કા દર્શાવેલ હોવા જરૂરી છે.
  • ચેકલીસ્ટમાં માંગેલ વિગતો આધાર પુરાવા સાથે ફાઇલ રજુ કરવાની રહેશે અન્યથા અધુરી વિગતો સાથે રજૂ કરેલ ફાઇલ પર મંજૂરી આપવાની રહેશે નહિં, જેની ગંભીરતા ધ્યાને લેવી.
  • શિક્ષણ વિભાગના તા.૫/૦૨/૨૦૧૯ ના પરિપત્રમાં જણાવ્યા અનુસારની વિગતો અનુસરવાની રહેશે.
  • ઉકત સૂચનાઓ મુજબની દરખાસ્તો જ મંજૂરી અર્થે ધ્યાને લેવામાં આવશે. વધુમાં આ અંગે તાબાની શાળાઓને પણ આપની કક્ષાએથી જરૂરી સૂચનાઓ તાત્કાલિક આપવાની રહેશે.મંજૂરી વિના કોઇપણ શાળા પ્રવાસ ન યોજે તે પણ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment