GSEB દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 નો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવાની સૂચના

P.Raval
By P.Raval
1 Min Read

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB , ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા વહીવટી કર્મચારીઓને જણાવવાનું કે, શૈક્ષણિક વર્ષ 2022-23 થી વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવાની કામગીરી ઓનલાઇન કરવામાં આવેલ છે.

શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવા માટેનો સમયગાળો તા.07/11/2023 થી તા.15/12/2023 સુધીનો રહેશે. શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ir.gseb.org પરથી શાળાનાં ઇન્ડેક્ષ નંબર તથા પાસવર્ડનો ઉપયોગ કરી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરી શકાશે.

 

વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવા અંગેની સૂચના બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. નિયત સમયમર્યાદામાં તમામ શાળાઓને શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ફરજિયાત ઓનલાઇન ભરવા જણાવવામાં આવે છે.

- - Join For Latest Update- -

GSEB

 

TAGGED:
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment