માધ્યમિક શાળાઓના વર્ગ 4 ના કર્મચારીઓને પ્રમોશન બાબત

P.Raval
By P.Raval
1 Min Read
માધ્યમિક શાળાઓના વર્ગ 4 ના કર્મચારીઓને પ્રમોશન બાબત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વર્ગ 4 ના કર્મચારીઓને પ્રમોશન બાબત ની કામગીરી સ્થગિત છે.

આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘના આગેવાનો દ્વારા ઉપરોક્ત વિષયે ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીને આજરોજ રજૂઆત કરેલ.

આજરોજ મહામંડળના પ્રમુખશ્રી કિશોરભાઈ ડાંગર અને મહામંત્રીશ્રી મિતેષભાઈ મોદીએ માનનીય નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબની ધારાસભ્યશ્રી ડૉ.પ્રદ્યુમાનભાઈ વજા સાહેબ સાથે રહી રૂબરૂ મુલાકાત લઈ વર્ગ-૪ ના સેવકમિત્રોને વર્ગ-૩ કલાર્કમાં બઢતી આપવા બાબતના પ્રશ્નની વિગતે ચર્ચા કરી અને સાહેબશ્રીએ હકારાત્મક વલણ દાખવી સત્વરે નિણર્ય કરવા ખાત્રી આપેલ

માનનીય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા (રાજ્યકક્ષા)ની રૂબરૂ મુલાકાત લઈ વર્ગ-૪ ના સેવકમિત્રોને વર્ગ-૩ કલાર્કમાં બઢતી આપવા બાબતના પ્રશ્નની વિગતે ચર્ચા કરી અને સાહેબશ્રીએ હકારાત્મક વલણ દાખવી નાણાંમંત્રીશ્રી સાથે પરામર્શ કરી આ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી આપવાની ખાત્રી આપેલ તે બદલ મહામંડળ વતી માનનીય બંને મંત્રીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

 

- - Join For Latest Update- -
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment