જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે 5 મહત્વની સુચનાઓ

P.Raval
By P.Raval
2 Min Read

જ્ઞાન સહાયક ભરતી

ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે. તા.૨૭/૧૦/૨૦૨૩ અને તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ આપની કક્ષાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થનાર છે.

 

જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે કરાર આધારિત નિમણૂક આપતા નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.

1) જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે કરારનો સમયગાળો તારીખ ૦૧/૧૧/૨૦૨૩ થી ૦૪/૦૫/૨૦૨૪ સુધીનો રહેશે તેમાં દિવાળી વેકેશન તારીખ ૦૯/૧૧/૨૦૨૩ થી ૨૯/૧૧/૨૦૨૩ સુધીનો વેકેશનનો સમયગાળો બાદ કરવાનો રહેશે અને તે મુજબ પગાર આકારવાનો રહેશે,

2) આપની કક્ષાએથી દર્શાવેલ ખાલી જગ્યાઓમાં જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવેલ છે પરંતુ કોઇ કારણોસર આ જગ્યા ભરાઇ ગયેલ હોય તો આપના જિલ્લાની તે જ માધ્યમ અને વિષયની અન્ય કોઇ જગ્યા પર ફાળવવા માટે ફળવાયેલ ઉમેદવાર અને શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ શાળા સંચાલક મંડળ ઇચ્છતા હોય તો તેવી શાળામાં ફાળવણી કરી શકાશે અને તેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે.

- - Join For Latest Update- -

GSEB ધોરણ -10 અને 12 માર્ચ 2024 પરીક્ષા ફી માળખા ની જાહેરાત

૩) જો શાળા સંચાલક મંડળ જ્ઞાન સહાયકને હાજર કરવા માંગતુ ન હોય તો તેનો વિગતવાર અભિપ્રાય સાથે અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે,

4) ઉમેદવારના વેરિફિકેશન માટે લાયકાત,વિષય અને માધ્યમ અંગે શિક્ષણ વિભાગના તા.૧૧/૦૧/૨૦૨૧ અને તા.૧૯/૦૫/૨૦૨૩ના ઠરાવના આધારે કરવાનું રહેશે.

5) જે ખાલી જગ્યા પર પ્રવાસી શિક્ષક કાર્યરત હોય તે જગ્યા પર જ્ઞાન સહાયક હાજર થયેથી પ્રવાસી શિક્ષકને છૂટા કરવાના રહેશે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment