GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ,વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધો-૧૦ માર્ચ-૨૦૨૪ ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ:- ૧૧/૧૨/૨૦૨૩ સુધી હતી, ત્યારબાદ તારીખ:- ૧૨/૧૨/૨૦૨૩ થી તા.૦૨/૦૧/૨૦૨૪ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ ફી ના તબક્કાઓ અને ફી નીચે પ્રમાણે છે.
- પ્રથમ તબક્કો- તારીખ:-૧૨/૧૨/૨૦૨૩ થી ૨૧/૧૨/૨૦૨૩ સુધી લેઇટ- રૂ.૨૫૦/-
- દ્રીતીય તબક્કો – તારીખ:-૨૨/૧૨/૨૦૨૩ થી ૦૧/૦૧/૨૦૨૪ સુધી લેઇટ- રૂ.૩૦૦/-
- તૃતીય તબક્કો -તારીખ:-૦૨/૦૧/૨૦૨૪ થી ૦૨/૦૧/૨૦૨૪ સુધી લેઇટ- રૂ.૩૫૦/-
અંતિમ તારીખ:-૦૨/૦૧/૨૦૨૪ સુધી કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઇ અલગથી ફી લાગશે નહીં.
વિદ્યાર્થીનું Principal Approval બાકી હોય તો તે પણ તારીખ:-૦૨/૦૧/૨૦૨૪ (રાત્રીના ૧૨ કલાક) સુધી કરી શકાશે.
બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઇન અને ઓફલાઇન ફી ભરવા સંબંધિત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને લેવી.
નોંધ:- વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. લેઇટ ફી માંથી કોઇપણ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને મુક્તિ નથી.