BRC,URC અને CRC કો-ઓર્ડિનેટર માટેની ઓનલાઈન અરજી કરવાની તારીખ ક્યાં સુધી લંબાવાઈ ?જાણો સંપૂર્ણ માહિતી

P.Raval
By P.Raval
1 Min Read
BRC,URC અને CRC

BRC,URC અને CRC કો-ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી પસંદગી માટેની ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવવા અંગેની જાહેરાત

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી (હાલ ખાલી રહેલ અને ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા)જગ્યા ભરવા માટે ૦૧ ડિસેમ્બર ૨૦૨૩ (બપોરે ૧૬.૦૦ કલાકથી શરૂ) થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ (રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. બીઆરસી/યુઆરસી/સીઆરસી કો.ઓ.ની ભરતી માટે મળેલ રજૂઆતો ધ્યાને લઈ તેમજ વધુ ઉમેદવારો મળી રહે અને તંદુરરસ્ત હરીફાઈ હેતુ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા ત્રણ (૦૩) દિવસ માટે એટલે કે તા.૧૧.૧૨.૨૦૨૩ થી તા.૧૩.૧૨.૨૦૨૩ (રાત્રે ૨૩.૫૯ કલાક) સુધી લંબાવવામાં આવે છે.

ઉમેદવારોએ ઓનલાઈન(ONLINE) અરજી, http://www.ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર કલીક કરી, કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા અગાઉ મુજબ જ રહેશે તેમજ વેબસાઈટ પર મૂકેલ છે, જેને વાંચીને અરજી કરવાની રહેશે.

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment