GSEB ધોરણ 10 પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત અને ફી નું માળખું

P.Raval
By P.Raval
2 Min Read

GSEB

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમા માર્ચ -2024 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન ભરવાની શરૂઆત નીચે મુજબ થશે.

  • ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: તારીખ :-02/11/2023 ના રોજ બપોરે 14-00 કલાક થી
  • ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ:તારીખ 11/12/2023 ના રોજ રાત્રીના 12-00 કલાક સુધી
  • ઓનલાઇન ફોર્મ ભરવાની વેબસાઈટ:બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે.

જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથ્થક, GSOS નિયમિત તથા GSS રિપીટર) વિદ્યાર્થીઓના માર્ચ -2024 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.

GPSC ની પરીક્ષાની તારીખમાં શું થયો ફેરફાર, 2024માં આવશે આ એક્ઝામ

GSEB ધોરણ -10 માર્ચ 2024 પરીક્ષા ફી માળખું

વિદ્યાર્થીના કી નો દર નીચે મુજબ છે.

- - Join For Latest Update- -

1) નિયમિત વિદ્યાર્થી : 390/- Rs.

2) નિયમિત રીપીટર (એક વિષય) : 145/- Rs.

3) નિયમિત રીપીટર (બે વિષય) : 205/- Rs.

4) નિયમિત રીપીટર (ત્રણ વિષય) : 265/- Rs.

5) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે): 380/- Rs.

6) પૃથ્થક ઉમેદવાર (એક વિષય) : 145/- Rs.

7) પૃથ્થક ઉમેદવાર (બે વિષય): 205/- Rs.

8) પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) : 265/- Rs.

9) GSOS ઉમેદવાર (નિયમિત): 390/- Rs.

10)GSOS રીપીટર (એક વિષય): 145/- Rs.

11)GSOS રીપીટર (બે વિષય): 205/- Rs.

12)GSOS રીપીટર (ત્રણ વિષય): 265/- Rs.

13)GSOS રીપીટર (ત્રણ કરતા વધુ વિષય): 380/- Rs.

નોંધ:-

ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.ઉપરોકત ફ્રી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

પરીપત્ર

TAGGED:
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment