GPSC ની પરીક્ષાની તારીખમાં શું થયો ફેરફાર, 2024માં આવશે આ એક્ઝામ

P.Raval
By P.Raval
1 Min Read

GPSC

અમદાવાદ : GPSC દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાર્થમિક કસોટીની તારીખમાં ફેરફાર કરાયો

  • GPSC ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારીની પરીક્ષા તારીખમાં ફેરફાર કરાયો
  • ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાને લઈ વિવિધ પરીક્ષાની તારીખ ફેરફાર કરાયો
  • તા. 03 ડિસેમ્બર 2023 ના રોજ વિવિધ પરીક્ષા નું કરાયું હતું આયોજન

ગુજરાત સરકાર દ્વારા ખેલ અભિરૂચિ કસોટી (SAT) ની શૈક્ષણીક લાયકાતમાં આજે શું કર્યો ફેરફાર, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ GPSC દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24 , ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા , વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો છે.

GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર

અત્રે જણાવીએ કે, આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023 ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવાથી, આ પ્રાર્થમિક કસોટી ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા , વર્ગ-1/2 , ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023 ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે

- - Join For Latest Update- -
TAGGED:
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment