દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે, જાણી લો પોલીસના કડક નિયમો

P.Raval
By P.Raval
2 Min Read

Rajkot : દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે, ગુજરાતના રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરના જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ, દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું બહાર પાડ્યું.

દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે

  • ગુજરાતના રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડ્યું.
  • ગુજરાતમાં રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેર કર્યું જાહેરનામું
  • રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે
  • સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર જાહેરનામું

TODAY GOLD PRICE : કરવા ચોથ પર સોનાના ભાવમાં મોટો ફેરફાર, 24 થી 14 કેરેટનો ભાવ જાણો.

દિવાળીના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું :દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે.

રાજકોટ માં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. આ જાહેરનામા માં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ અને ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે અન્ય જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

- - Join For Latest Update- -
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment