Gandhinagar : આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા ખેલ અભિરૂચિ કસોટી (SAT) ની શૈક્ષણીક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે
ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સ૨કા૨ી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ યોજના દાખલ કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમ-(૨) મુજબના ઠરાવથી ‘ખેલ સહાયક’ માટે ‘ખેલ અભિરૂચિ કસોટી’(SAT) નું માળખું જાહે૨ ક૨વામાં આવેલ છે. તથા આ વિભાગના વંચાણે લીધેલ ક્રમ-(૩) મુજબના ઠરાવથી ‘ખેલ અભÍચ કસોટી’ (SAT) આપવા માટેની વયમર્યાદામાં સુધારો કરવામાં આવેલ છે.
ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમ-(૪) ૫૨ના પત્રથી ઉક્ત ‘ખેલ અભિરૂચિ ક્સોટી’ (SAT) આપવા માટેની શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદામાં સુધારો કરવા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગ૨ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે દરખાસ્ત આ વિભાગની વિચારણા હેઠળ હતી.
આજ થી ગુજરાત ની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે જ્ઞાન સહાયક
પુખ્ત વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમ-(૧)ના ઠરાવથી નિયત થયેલ “ખેલ રસહાયક(SAT) પરીક્ષા આપવાની લાયકાત”માં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.
હાલની જોગવાઈ
માન્ય યુનિવર્સીટીના કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક અને C.P.Ed/_D.P.Ed/B.P.Ed./ B.A.in Yoga/ B.Sc in Yoga અથવા B.P.E.
સુધારેલ જોગવાઇ
માન્ય યુનિવર્સીટીના કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક અને C.P.Ed/ D.P.Ed/ B.P.Ed./B.A. in Yoga/ B.Sc| in Yoga/માસ્ટ૨ ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ (M.Y.A.Sc.બે વર્ષ) અથવા B.P.E.