નિવૃત્ત કર્મચરીઓને કાલ્પનિક Increment બાબત High Court નો મહત્વનો ચુકાદો

P.Raval
By P.Raval
2 Min Read
Increment,High Court,Advocate,High Court Increment decision

High Court Increment decision:નાણા વિભાગના ઠરાવથી તારીખ 30 જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક કાલ્પનિક Increment આપવાની નીતિ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ નીતિ અન્વયે નામ, High Court માં અન્ય એક કેસની સુનાવણી રાખવામાં આવેલ હતી. આ સુનાવણીના અંતે ઉક્ત કરાવનો અમલ આગામી સૂચના ન મળે ત્યાં સુધી સ્થગિત રાખવા નિર્ણય કરવામાં આવે છે. વિશેષમાં આ બાબતે એડીશનલ એડવોકેટ જનરલશ્રી (AAG) સાથે થયેલ ચર્ચા મુજબ નીચે મુજબની કાર્યવાહી ત્વરિત હાથ ધરવામાં આવે તે માટે સંબંધિતોને સૂચના આપવા આજ્ઞાનુસાર વિનંતી છે.

નામદાર High Court દ્વારા આવા સમાન પ્રકારના કેસોમાં અગાઉ ચુકાદા આપવામાં આવેલ. જે અન્વયે નાણા વિભાગના તારીખ 03/08/2023 ના પત્રથી ચુકાદાનો પડકારવા માટે ક્રમિક અપીલ ફાઇલ કરવા જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ. તે પત્રથી આપવામાં આવેલ સૂચનાઓ અન્વયે આપના વિભાગ હસ્તકના જે કેસોમાં અપીલ ફાઈલ કરવાની કાર્યવાહી બાકી હોય તો તે અપીલ ફાઇલ કરવાની કાર્યવાહી ત્વરિત પૂણ કરી, ક્રમિક અપીલ તાત્કાલિક ફાઇલ કરવામાં આવે.

અગાઉ વિભાગ દ્વારા અપીલ ફાઈલ કરવા કાયદા વિભાગને દરખાસ્ત કરવામાં આવેલ અને કાયદા વિભાગ દ્વારા અપીલ ફાઇલ કરવાની વિભાગની દરખાસ્તનો અસ્વીકાર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં કેસના અરજદારોને ચૂકવવાના થતા તફાવતની રકમ તેમજ આનુષાંગિક લાભો પૂરતા અપીલ ફાઇલ કરવાની અનુમતિ અર્થે પુન: કાયદા વિભાગને ફાઇલ રજૂ કરવામાં આવે.

કેસની ગંભીરતા તેમજ આવનાર નાણાકીય ભારણને ધ્યાને લઈ, સમાન પ્રકારના કેસોમાં સબળ બચાવની કાર્યવાહી હાથ ધરી, મનાઇ હૂકમ મેળવી શકાય તે હેતુથી એડીશનલ Advocate જનરલશ્રી (AAG) ની નિમણૂંક થાય તે બાબત સુનિશ્ચિત કરવા વિનંતી કરેલ છે.

ઉક્ત અપીલ દાખલ કરવાની તમામ કાર્યવાહી તારીખ 21/12/2023 પહેલા પૂર્ણ થાય તે બાબત સુનિશ્ચિત કરવા તથા તમામ કેસોમાં વિભાગ કક્ષાથી સંબંધિત નાયબ સચિવ અને કાયદા અધિકારી દ્વારા યોગ્ય સુપરવિઝન થાય તેની સુચના આપવા વિનંતી કરેલ છે.

- - Join For Latest Update- -
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment