ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 મુખ્ય પરીક્ષાનું પરીણામનું જાહેર

P.Raval
By P.Raval
3 Min Read
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 મુખ્ય પરીક્ષાનું પરીણામનું જાહેર

આજરોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 મુખ્ય પરીક્ષાનું પરીણામનું જાહેર કરવામાં આવેલ છે.

શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ SHIS: ED/ MSM/e-file/5921/G. તા.૨૯/૦૪/૨૦૨૩ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા ઠરાવથી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક) “Teacher Aptitude Test (Higher secondary)TAT-(HS)”યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષક અભિરુચિ કસોટી- ઉચ્ચત્તર માધ્યમિક(TAT- Higher Secondary)ના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવેલ હતો.જે મુજબ શિક્ષક અભિરુચિ કસોટી- ઉચ્ચત્તર માધ્યમિક(TAT-Higher Secondary)પરીક્ષા દ્વિસ્તરીય પ્રકારની કરવામાં આવેલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:06/08/2023 (રવિવાર) ના રોજ બપોરના 12-00 કલાક થી 15-00 કલાક દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 ગુજરાતી માધ્યમની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 101720 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરીણામ રાજય પરીક્ષા બોર્ડના તા:21/08/2023ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT- HS/2023/11274-11362 થી જાહેર કરવામાં આવેલ હતુ અને તા:13/08/2023 (રવિવાર) ના રોજ બપોરના 12-00 કલાક થી 15-00 કલાક દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ અંગ્રેજી અને હિન્દી માધ્યમની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૧૯૯ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરીણામ રાજય પરીક્ષા બોર્ડના તા:29/08/2023 ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-HS/2023/7381-7468 થી જાહેર કરવામાં આવેલ હતુ.

પ્રાથમિક કસોટીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય માધ્યમમાં કટ ઓફ માર્કસ ધરાવતા 43929 ઉમેદવારો માટે મુખ્ય કસોટીના બે પેપર માટેની વર્ણનાત્મક લેખિત કસોટી તારીખ:17/09/2023ના પેપર-1 સવારના10-30 કલાક થી 13-00 કલાક અને પેપર-2 બપોરના 15-00 કલાક થી 18-00 કલાક દરમ્યાન યોજવામાં આવેલ હતી. આ મુખ્ય કસોટીનું પરીણામ આજ તા.28/11/2823ના રોજ જાહેર કરવામાં આવે છે.

- - Join For Latest Update- -

ઉમેદવારો પોતાનું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર તારીખ: 01/12/2023 થી તારીખ: 08/12/2023 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.

જે ઉમેદવાર ગુણ ચકાસણીનું ફોર્મ અને ફી બન્ને ભરશે તે ઉમેદવારની જ ગુણ ચકાસણી કરવામાં આવશે. જે ઉમેદવાર ગુણ ચકાસણી માટેની ફી ભરશે નહી તે ઉમેદવારની ગુણ ચકાસણી કરવામાં આવશે નહી.

ઉમેદવાર એક જ વાર ગુણ ચકાસણી માટેનું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. એકવાર અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ તેમા કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે નહી.

ગુણ ચકાસણી માટે ઓનલાઈન ભરેલ ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી.

પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. ભરતી અને મેરીટ સંબંધિત આનુસાંગિક બાબતો ગુજરાત સરકાર,શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા.૨૯/૦૪/૨૦૨૩નાં ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/5921/G તેમજ વખતો વખતની સરકારશ્રીના ઠરાવોની જોગવાઈઓને આધિન રહેશે.

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment