સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને લઇ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, 2014-15માં અમલમાં મૂકાયેલી યોજના કરાશે બંધ

P.Raval
By P.Raval
2 Min Read
સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને લઇ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને લઇ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

  • સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ માટે નિર્ણય
  • પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવામાં આવશે
  • વિદ્યાર્થી દીઠ રૂ.7500ની અપાતી હતી સહાય
  • ગેરરીતિના કિસ્સા સામે આવતા લેવાયો નિર્ણય
સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને લઇ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને લઇ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

Gujarat News: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સ્વનિર્ભર શાળાઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ માટેની પ્રોત્સાહક આર્થિક સહાય બંધ થશે. સ્વનિર્ભર શાળાઓમાં ગેરરીતિના કિસ્સા સામે આવતા વર્ષ 2014-15માં અમલમાં મૂકવામાં આવેલી આ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સ્વનિર્ભર માધ્યમિક શાળાને વિદ્યાર્થી દીઠ રૂ.7500ની સહાય આપવામાં આવતી હતી.

ગેરરીતિના કિસ્સાઓ આવ્યા હતા સામે

રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાને વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ આ મામલે તપાસ કરવામાં આવતા ગેરરીતિઓ સામે આવી હતી. શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાયમાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવતા આ યોજનાને બંધ કરવાની માંગ ઉઠી હતી. જેથી લાંબી વિચારણા બાદ સરકારે આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત રાજ્યના તેજસ્વી વિધાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના માં સુધારો (ધોરણ 9 થી 12 માટે)

વિદ્યાર્થીઓને તો સહાય મળશે જ

અહીં એ સ્પષ્ટ કરી દીઈએ કે સરકારે માત્ર શાળાને અપાતી યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે, વિદ્યાર્થીઓને તો આ સહાય મળશે જ. એટલે કે આ સહાય સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જ જમાં થશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે.

Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment