રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પડતર પ્રશ્નોના ઉકેલ અંગે ફોલોઅપ લેવામાં આવ્યું.

P.Raval
By P.Raval
3 Min Read
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પડતર પ્રશ્નોના ઉકેલ અંગે ફોલોઅપ લેવામાં આવ્યું.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પડતર પ્રશ્નોના ઉકેલ અંગે ફોલોઅપ લેવામાં આવ્યું.આજરોજ સ્વર્ણિમ સંકુલ ૧ તથા ૨ ખાતે કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા શિક્ષણ મંત્રીશ્રી (રાજ્યકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબ ની રૂબરૂ મુલાકાત લઈ પડતર પ્રશ્નોના ઉકેલ અંગે ફોલોઅપ લેવામાં આવ્યું. બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગ કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, એચ.ટાટ સંવર્ગ મહામંત્રી ડૉ.હરેશભાઈ રાજ્યગુરુ, જીતુભાઈ પ્રજાપતિ, મોહિતભાઈ વ્યાસ, હિરેનભાઈ શાહ, કાર્યાલય મંત્રી ડૉ. પિયુષભાઈ છાપિયા, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ મહામંત્રી પ્રહલાદભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ પી. જે. મહેતા, મંત્રી ગૌતમભાઈ રાવલ, પ્રચાર મંત્રી રાકેશભાઈ ઠાકર ની ઉપસ્થિતિ રહી.

ટૂંક જ સમયમાં શિક્ષણ જગતમાં આપણી માંગ મુજબના બે ત્રણ ઠરાવ આવી શકે છે.

ગ્રાન્ટેડ શાળાના શિક્ષક કર્મચારીઓના ફિક્સ પગારના વધારા ની માનનીય નાણામંત્રીશ્રીને આજે રૂબરૂ મળી નાણાવિભાગ દ્વારા આ વિષયને ન્યાય આપી ઝડપથી ૩૦ ટકા વધારો કરવા રજૂઆત કરવામાં આવી. ફાઈલ મુખ્ય સચિવની કચેરી સુધી પહોંચી છે.

એન.પી.એસ. વાળા શિક્ષક કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજાની રોકડ રૂપાંતર નો લાભ મળે તેનો ઠરાવ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં તેની જાહેરાત થશે.

શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: ED/GOM/e-file/3/2023/3163/G-1, તા.07/12/2023માં ઉલ્લેખિત માધ્યમિક વિભાગના મહેકમમાં વર્ગ દીઠ ૧.૫શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વર્ગ દીઠ ૨.૫ શિક્ષકોની ગણતરીની બાબત [મુદ્દો 1(lll)] રદ કરી અગાઉ સળંગ એકમમાં ૨ (બે) શિક્ષકનો રેશિયો હતો, તે યથાવત રાખવો આની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી. ૨૩-૦૧-૨૦૨૪ સુધી ચાલનાર પ્રવાસી, જ્ઞાન સહાયકની ફાળવણી તથા કાયમી શિક્ષકો ભરતી માટે પણ સળંગ એકમમાં બેનો રેશિયો રાખી જગ્યા ભરવા આગ્રહ પૂર્વક જણાવવામાં આવ્યું. આ મુદ્દે જરૂર પડે તો નિયમ, વિનિયમમાં સુધારો કરવા પણ સૂચન કરવામાં આવ્યું.

પદયાત્રા તથા મહાપંચાયતના આંદોલનાત્મક કાર્યક્રમો બાદ કાયમી ભરતી ના મુદ્દે સરકાર દ્વારા આગામી જૂન માસ પહેલા ભરતી કરવા વિચારણા કરવામાં આવી રહ્યાના સંકેત છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક તથા પ્રાથમિક શિક્ષણની જગ્યાઓ ક્રમાનુસાર ભરવામાં આવે તો ઉમેદવારો નોકરી મળ્યા બાદ બદલવા વિચાર ન કરે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય થશે તેમ શિક્ષણ મંત્રીએ જણાવેલ.

- - Join For Latest Update- -

ગ્રાન્ટેડ શાળાના શિક્ષક કર્મચારીઓને જુના શિક્ષકની ભરતી અન્વયે શાળા બદલવા* માટે સરળતા ઊભી થાય તે માટે આગામી ભરતી થાય તે પહેલા જુના શિક્ષકની ભરતીના નિયમોમાં ફેરફાર કરવા સમિતિની રચના અંગે પુનઃ રજૂઆત કરવામાં આવી. શિક્ષણમંત્રીશ્રી દ્વારા મૌખિકમાં સંમતિ દર્શાવેલ છે. સમિતિની રચના થાય તો અસરકારક રીતે તેનો અમલ થઈ શકે. આગામી સમયમાં આ સમિતિની રચના થાય તેના માટે સંગઠન જે કંઈ પણ કરવું પડતું હશે તે કરશે.

આંદોલનના પડતર પ્રશ્નો અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તે અંગે વિધિવત બેઠક થશે.તમામ પ્રશ્નોના ઉકેલ માટે સંગઠન પૂર્ણત: પ્રયત્નશીલ છે.

HTAT સંવર્ગના બદલીના નિયમો અંગે નિયમો અંગેની ચર્ચામાં…. નિયમ ઘડવાની કાર્યવાહી પૂર્ણ થતાં કોઈને પણ અન્યાય ન થાય તે રીતે સાર્વત્રિક વિચાર કરી સરકાર દ્વારા આગળ વધવામાં આવશે. આ અંગે સંગઠન સાથે ચર્ચા પણ થશે.

ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના પડતર પ્રશ્નો અંગે આગામી દિવસોમાં અધિકારીઓની હાજરીમાં મીટીંગ બોલાવી પડતર પ્રશ્નો ઉકેલવા યોગ્ય થશે.

 

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment