ટી 20 વર્લ્ડકપ 2024 માં કોણ કરશે ટીમ ઈન્ડિયાની કપ્તાની

P.Raval
By P.Raval
2 Min Read
ટી 20 વર્લ્ડકપ 2024 માં કોણ કરશે ટીમ ઈન્ડિયાની કપ્તાની

ટી 20 વર્લ્ડકપ 2024: ટી 20 વર્લ્ડકપ 2024 માં કોણ કરશે ટીમ ઈન્ડિયાની કપ્તાની? જાણો હાર્દિક પંડ્યા અને રોહિત શર્મામાં કોનું વધારે પલડું ભારે છે.

  • ટી 20 વર્લ્ડ કપમાં કોણ કરશે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી?.
  • જાણો હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા માં કોણ બની શકે.
  • ક્રિકેટ ફેંસ માટે સૌથી મોટો સવાલ.

આઇસીસી પુરૂષ ટી 20 વર્લ્ડ કપ 2024માં હવે વધારે દિવસ બાકી નથી રહ્યા. બધી ક્રિકેટ ટીમો એ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમની નજર પણ આ ટ્રોફી પર છે. આ પહેલા એક મોટો સવાલ લોકોના મગજમાં એ છે. આગામી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કોણ કરશે? જો તમારો પણ આ સવાલ છે તો તેનો જવાબ અહીં આપેલ છે.

હાર્દિક પંડ્યાની વિદાય બાદ કોણ બનશે ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન? આ ખેલાડીનું નામ સૌથી આગળ

ઝહીર ખાને કર્યું રોહિત શર્માનું કર્યું સમર્થન

દેશના દિગ્ગજ ક્રિકેટરોએ પણ આ સવાલનો જવાબ આપ્યો છે. પૂર્વ ક્રિકેટર જહીર ખાને એક ઈન્ટરવ્યૂમાં જણા્યું હતું કે, “ટી20 વર્લ્ડ કપમાં વધારે દિવસ નથી રહ્યા. મને લાગે છે કે ભારતીય ટીમને અનુભવની સાથે આગળ વધવું જોઈએ. સિલેક્ટર્સને અનુભવી ખેલાડીઓની પસંદગી પહેલા કરવી જોઈએ. ”

તેમણે આગળ એ પણ જણાવ્યું કે, “મને બિલકુલ આશ્ચર્ય નહીં થાય જો રોહિત શર્મા ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની આગેવાની કરે. તે લાંબા સમયથી કેપ્ટન છે અને ખેલાડીઓને સારી રીતે સમજી શકે છે. મેચ વખતે ખરાબ પરિસ્થિતિઓ અને પ્રેશર ને તે સારી રીતે સંભાળી લે છે. બાકી ખેલાડીઓને તમે ભવિષ્ય માટે તૈયાર પણ કરી શકો છો. મારા હિસાબથી રોહિત શર્મા એ જ ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટન્સી કરવી જોઈએ.”

- - Join For Latest Update- -

પાર્થિવ પટેલે આ વિષે શું કહ્યું?

ભારતીય ટીમના પૂર્વ વિકેટ કિપર પાર્થિવ પટેલે પણ આ મુદ્દા પર પોતાનો વિચાર મુક્યો છે. તેમણે પણ મોટી ટૂર્નામેન્ટ માટે અનુભવ પર ભાર આપેલ છે. પૂર્વ વિકેટકીપરે બેટિંગ પર વાત કરતા કહ્યું, ” રોહિત શર્માને ટી 20 વર્લ્ડ કપ 2024 માટે કપ્તાની કરવી જોઈએ. બધાએ માની લીધુ છે કે વર્લ્ડ કપની સમાપ્તિ બાદ હાર્દિક પંડ્યા ભારતના ટી 20 કેપ્ટન રહેશે. પરંતુ તેમની ઈજાને જોતા તમે અંદાજો નહીં લગાવી શકો કે ફરી વખત તે મેદાનમાં રમવા ક્યારે વાપસી કરશે.”

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment