શું હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 ની બાકીની મેચો રમી શકશે?, જાણો સંપૂર્ણ માહિતી

P.Raval
By P.Raval
2 Min Read

હાર્દિક પંડ્યા

  • વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડ્યાની ઈજાએ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
  • પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ
  • હવે સમાચાર છે કે, હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ગ્રેડ 1 લિગામેન્ટ ફાટી ગયું
  • હાર્દિક પંડ્યાને સાજા થવામાં સામાન્ય રીતે ઓછામાં ઓછા બે સપ્તાહ લાગી શકે.

BCCIના એક સૂત્રએ જણાવ્યું કે મેડિકલ ટીમ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેમનું નિરીક્ષણ કરી રહી છે. પરંતુ ઈજા ધાર્યા કરતાં વધુ ગંભીર હોવાનું જણાય છે. તેને અસ્થિબંધનની નાની ઈજા થઈ હોય તેવું લાગે છે જેને સાજા થવામાં સામાન્ય રીતે ઓછામાં ઓછા બે સપ્તાહ લાગે છે. તેની ઈજા ઠીક થાય તે પહેલા NCA તેને રજા આપશે નહીં. મેડિકલ ટીમે ટીમ મેનેજમેન્ટને કહ્યું છે કે, તેઓને આશા છે કે હાર્દિક પંડ્યા જલ્દી મેદાન પર પાછો ફરશે.

હાર્દિક પંડ્યાને ટીમમાં પરત લાવવાની કોઈ ઉતાવળ નહિ

વિરાટે તોડ્યો જયસૂર્યાનો સૌથી વધુ ODI રનનો રેકોર્ડ, લિસ્ટમાં આગળ કોણ છે સચિનથી કેટલું દૂર?

ભારતીય ટીમ હાર્દિક પંડ્યાને ટીમમાં પરત લાવવાની કોઈ ઉતાવળમાં નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે, ઇંગ્લેન્ડ સામેની આગામી મેચ માટે હાર્દિક પંડ્યા ઉપલબ્ધ રહે તેવી શક્યતા નથી. ભારતીય ટીમ બુધવારે લખનૌ પહોંચી હતી અને તેનું પ્રથમ પ્રેક્ટિસ સેશન આજે ગુરુવારે યોજાશે. ભારતે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આગામી બે મેચ રમવાની છે, જેમાં પણ હાર્દિક પંડ્યા માટે પુનરાગમન કરવું મુશ્કેલ છે.

સૂત્રો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં ટીમ ઈંડિયા હાલમાં સારી સ્થિતિમાં છે. ટીમ સાથે પ્રવાસ કરવાને બદલે હાર્દિક પંડ્યા તેના પુનર્વસન માટે NCAમાં રહેશે. હાલની સ્થિતિ એવી છે કે બાકીની ટૂર્નામેન્ટમાં હાર્દિકની ફિટનેસ અંગે આગામી સપ્તાહે નિર્ણય લેવામાં આવશે.

- - Join For Latest Update- -
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment