GPSCની બે પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે,જાણો સંપૂર્ણ વિગત

P.Raval
By P.Raval
2 Min Read
GPSC
GPSC
GPSC

GPSC દ્વારા આજે આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વૈજ્ઞાનિક અધિકારી અને ભૌતિકશાસ્ત્રીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ GPSC પરીક્ષાઓ 9 નવેમ્બર 26 ના રોજ યોજાવાની હતી પરંતુ GPSC એ વહીવટી કારણોસર તેને સ્થગિત કરી દીધી છે. આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

અગાઉ મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાની સૂચિત તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં એકાઉન્ટ ઓફિસર માટેની પરીક્ષા 1લી થી 4 નવેમ્બર દરમિયાન યોજાશે. ઉલ્લેખનીય છે કે એકાઉન્ટ્સ ઓફિસર માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જ્યારે સુપ્રિટેન્ડેન્ટ આર્કાઇવ્ઝની પરીક્ષા 9મી નવેમ્બરે લેવામાં આવશે. આ અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે અદાણી પોર્ટ્સે આજે શું આપી મહત્ત્વની માહિતી , જાણો સંપૂર્ણ વિગત

ઉલ્લેખનીય છે કે GPSC એ બે પ્રિલિમ પરીક્ષાઓ મુલતવી રાખી છે. જેમાં 9મી નવેમ્બરે સાયન્ટિફિક ઓફિસરની અને 26મી નવેમ્બરે ફિઝિસિસ્ટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: રાજસ્થાનમાં રાજકીય ગરમાવો, જાણો મતદાનથી લઈને પરિણામો સુધીની તારીખો

- - Join For Latest Update- -

અગાઉ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં જુનિયર કલાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 8મીને રવિવારના રોજ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળોએ લેવામાં આવી હતી. 109307 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, પરંતુ માત્ર 41.41% જ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ પરીક્ષા માટે 365 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા અને 3,644 બ્લોક રાખવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64038 ગેરહાજર રહ્યા હતા.

TAGGED:
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment