Breaking News: વર્લ્ડ કપ ફાઈનલથી પણ વધુ રોમાંચક રહી ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ

P.Raval
By P.Raval
2 Min Read
વર્લ્ડ કપ ફાઈનલથી પણ વધુ રોમાંચક રહી ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ

વર્લ્ડ કપ ફાઈનલથી પણ વધુ રોમાંચક રહી ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની રી-મેચ ગુરુવારે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચમાં ભારતે વનડે વર્લ્ડ કપની ફાઈનલની હારનો બદલો લીધો હતો. ભારતે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનની ધમાકેદાર ફિફ્ટીના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

  • પ્રથમ T-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું
  • ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર ફિફ્ટી ફટકારી
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની રી-મેચ ગુરુવારે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચમાં ભારતે વનડે વર્લ્ડ કપની ફાઈનલની હારનો બદલો લીધો હતો. ભારતે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનની ધમાકેદાર ફિફ્ટીના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે. ભારતે કાંગારું ટીમને 2 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી. સુર્યકુમાર યાદવે ધમાકેદાર બેટિંગ કરતા 42 બોલમાં 80 રન ફટકાર્યા હતા. જેમાં 9 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થાય છે.

ઈશાન કિશને 39 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેમાં 2 ફોર અને 5 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 21 રનનું યોગદાન આપ્યું હતું. ગાયકવાડને આજે ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. તિલક વર્મા 12 રને આઉટ થયો હતો. રિંકુ સિંહે 14 બોલમાં 22 રન ફટકારી રોમાંચક મેચમાં ભારતને જીત અપાવી હતી. અક્ષર પટેલ 2 રન, રવિ બિશ્નોઈ 0 રન, અર્પિત સિંહ 0 રને રન આઉટ થયો હતો.

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment