કઈ રણનીતિના કારણે સુપરહિટ સાબિત થઈ રહ્યો છે હિટમેન ROHIT SHARMA? જાણો સંપૂર્ણ માહિતી

P.Raval
By P.Raval

ROHIT SHARMA

ROHIT SHARMA ના કેપ્ટનસી હેઠળ વનડે વર્લ્ડ કપ 2023 માં ભારતીય ટીમે અત્યાર સુધી પોતાની બધી મેચ જીતી છે. ROHIT SHARMA ની કેપ્ટન્સીમાં ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. આખી ટૂર્નામેન્ટમાં ROHIT SHARMA એ શાનદાર કેપ્ટન્સી કરી છે જેના વખાણ ઘણા દિગ્ગજ કરી રહ્યા છે.

ROHIT SHARMA ની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમનું ICC વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન યથાવત છે. ટીમે પોતાની શરૂઆતી દરેક મેત જીતી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે બેટિંગની સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

પરંતુ આ બધાની વચ્ચે કેપ્ટન ROHIT SHARMA ના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. SUNIL GAVASKAR થી લઈને પૂર્વ ઓપનર GAUTAM GAMBHIR પણ રોહિતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાની દિગ્ગજ અને ફેન્સ પણ રોહિતના વખાણ કરી રહ્યા છે.

GAUTAM GAMBHIR સહિત ઘણા દિગ્ગજ કરી ચુક્યા છે ROHIT SHARMA ના વખાણ

કેપ્ટન્સીના પ્રેશર છતાં રોહિત પોતાની બેટિંગના કારણે પણ ચર્ચામાં છે. એવું લાગી રહ્યું છે કે પોતાની કેપ્ટન્સીને તેઓ એન્જોય કરી રહ્યા છે. બોલિંગ વખતે પણ ROHIT SHARMA ની રણનીતિ શાનદાર રહી છે. આટલું જ નહીં રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ એક યુનિટના રૂપમાં પણ પહેલા કરતા સારૂ પ્રદર્શન કરી રહી છે.

- - Join For Latest Update- -

ROHIT SHARMA સેલ્ફલેસ કેપ્ટન

GAUTAM GAMBHIR એ ઈંગ્લેન્ડના સામે મેચના પહેલા ROHIT SHARMA ને સેલ્ફલેસ કેપ્ટન કહ્યુ હતું. તેમણે કહ્યું, “જો રોહિત આંકડાઓ વિશે વિચારત તો અત્યાર સુધી 40-50 સેન્ચુરી બનાવી લેત. પરંતુ તે આંકડાના પાછળ નથી ભાગતા પરંતુ પોતાની ઈનિંગથી ખાસ મેસેજ આપે છે. એક લીડર અને કેપ્ટન આજ કરે છે. કેપ્ટન તો ખૂબ જોયા હશે પરંતુ ROHIT SHARMA એક લીડર છે.”

શું હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 ની બાકીની મેચો રમી શકશે?, જાણો સંપૂર્ણ માહિતી

ROHIT SHARMA એ ટીમને એક યુનિટમાં કરી કન્વર્ટ

ROHIT SHARMA એ વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ભારતીય ટીમને એક મજબૂત યુનિટમાં કન્વર્ટ કરવાની સાથે કરી હતી. તેમણે તેની શરૂઆત પાકિસ્તાનની મેજબાનીમાં રમાયેલા એશિયા કપ 2023થી કરી હતી. શ્રીલંકામાં રમાયેલી આ ટૂર્નામેન્ટને ભારતીય ટીમે જીતી હતી. ત્યારે ભારતની ટીમ સંપૂર્ણ રીતે એક યુનિટના રૂપમાં જોવા મળી હતી.

ત્યાર બાદ અને વર્લ્ડ કપથી પહેલા ઓસ્ટ્રેલિયાના સામે ત્રણ વનડે મેચોની સીરિઝ જીતી. તેમાં બાકી વધેલી કસર પુરી કરવામાં આવી અને પોતાના હાલના પ્લેઇંગ-11 અને સ્ક્વોડને સેટ કરી. આ બન્ને ટૂર્નામેન્ટ અને સીરિઝમાં કેપ્ટને પોતાની ટીમની તાકાત અને કમજોરીનું આકલન કર્યુ અને પછી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું.

ROHIT SHARMA એ કઈ રીતે ટીમને બનાવ્યુ મજબૂત યુનિટ?

દરે ખેલાડીની વાત સાંભળવી, તેમને સમજી, તેમની પસંદ ના પસંદનું ધ્યાન રાખીને ROHIT SHARMA એ ટીમને એક મજબૂત યુનિટ બનાવી. વર્લ્ડ કપમાં પોતાની શરૂઆતી 5 મેચ જીત્યા બાદ જ આ વાત ખૂદ કેપ્ટન ROHIT SHARMA સ્વીકાર કરી હતી.

ROHIT SHARMA કહ્યું હતું કે જ્યારે પણ તમે આ પ્રકારની ટૂર્નામેન્ટ રમવા જઈ રહ્યા હોવ તો દરેક ખેલાડીને પોતાનો રોલ ખબર હોવો જોઈએ. જેને તે સારી રીતે નિભાવી શકે છે. કેપ્ટનનું કહેવું હતું, “દરેક ખેલાડીને મેચ વખતે કે ડ્રેસિંગ રૂમમાં એક સારા મેંન્ટર સ્પેસમાં રાખવાના હોય છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે મારી પાસે ખૂબ જ સારી ટીમ છે અને ખૂબ જ સારો સપોર્ટ સ્ટાફ છે.”

વિરાટે તોડ્યો જયસૂર્યાનો સૌથી વધુ ODI રનનો રેકોર્ડ, લિસ્ટમાં આગળ કોણ છે સચિનથી કેટલું દૂર?

ROHIT SHARMA અને VIRAT KOHLI ની વચ્ચે સારો તાલમેલ

તેમણે કહ્યું હતું, “હું પોતાના અનુભવથી જાણું છું કે એક ટીમને સફળ બનાવવા માટે શું કરવું જોઈએ. તમે દરેક ખેલાડીની જરૂરને સમજો અને તેને આઝાદી આપો. દરેક ખેલાડી સારા ઝોનમાં રહે, ફ્રી થઈને રમે અને બહાર શું ચાલી રહ્યું છે તેના વિશે ન વિચારે, બસ આજ કામ છે.” આજ બધી વસ્તુઓ છે જેના પર કામ કરીને ROHIT SHARMA એ ટીમને એક મજબૂત યુનિટ બનાવી છે.

બોલિંગ રણનીતિમાં બેસ્ટ સાબિત થયા છે ROHIT SHARMA

અત્યાર સુધીની બધી મેચોમાં ROHIT SHARMA ની એક ખૂબી જોવા આવી છે તે બોલિંગ રણનીતિમાં બેસ્ટ સાબિત થયા છે. ઈંગ્લેન્ડના સામેની મેચમાં જ જોઈ લો જ્યારે MOHMAD SIRAJ પોતાની શરૂઆતી 2 ઓવરોમાં 18 રન લુટાવ્યા હતા અને વિકેટ પણ ન હતી લીધી. તેના બાદ 5મી ઓવરમાં JASPRIT BUMRAH સતત 2 વિકેટ લીધી હતી.

ત્યારે ROHIT SHARMA મોડુ કર્યા વગર સિરાજને હટાવ્યો અને તેમની જગ્યા પર MOHMAD SHAMI ને લઈ આવ્યા. જોકે શમી આ ઓવરમાં વિકેટ ન લઈ શક્યા પરંતુ 3 રન આપીને પ્રેશર જરૂર આપ્યું. પરંતુ તેનો ફાયદો ત્યારે મળ્યો. જ્યારે શમીએ 8મી ઓવરની છેલ્લી અને 10માં ઓવરના પહેલા બોલ પર વિકેટ લઈને ઈંગ્લેન્ડની કમર તોડી. તેના પર ROHIT SHARMA એ પોતાની બધી મેચમાં આ પ્રકારે એટેકિંગ ફિલ્ડિંગ અને બોલિંગથી વિપક્ષી ટીમોને ચોંકાવી દીધી હતી.

TAGGED:
By P.Raval
Follow:
I am P.Raval. I am a blogger and content creator at MyGujju. I have experience in various fields which include current happenings in various fields including Government Jobs Updates, Government Schemes, Latest News Updates, Tech Trends, Sports, Gaming, Politics, Government Policies, Finance and etc.
Leave a comment