આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો:ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. ત્યારે આજથી કેટલા દિવસ ખેડૂતો માટે ભારે છે ? જાણો આ આહેવાલમાં!
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે તા. 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને કાલે તા, 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાત રાજ્યના TRB જવાનો માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત
જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.
આજે તા. 24 થી 28 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજ્કોટ, ડીસા સહિતના શહેરોમાં માવઠાની આગાહીને લઈ ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે.
તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં ધીમીધારે હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ તરફ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોએ માવઠાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ 25થી 27 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીના માહોલ વચ્ચે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરતાં કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે માવઠાને લઇ રવિ પાકને મોટું નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.