રાહુલ ગાંધીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ આપી નોટિસ,જાણો સંપૂર્ણ માહિતી

P.Raval
By P.Raval
1 Min Read
રાહુલ ગાંધીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ આપી નોટિસ

રાહુલ ગાંધીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ આપી નોટિસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન કરવા બદલ નોટિસ આપવામાં આવી.

  • રાહુલ ગાંધીની મુસીબત માં વધારો
  • પ્રધાનમંત્રી મોદી પર વિવાદિત નિવેદન કરવાનાં મામલે ફસાયા
  • રાહુલ ગાંધીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ આપી નોટિસ, માંગ્યો જવાબ

રાહુલ ગાંધીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ નોટિસ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન કરવા મામલે નોટિસ આપવામાં આવી. કમિશન ઓફ ઈન્ડિયાએ 25 નવેમ્બર સુધીમાં રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે.

 

PM મોદીને ‘પનોતી’ કહેવા બાદ મામલો ગુંચવાણો

ગત 21 નવેમ્બરનાં રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજસ્થાન જાલોરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં હતાં. જનસભા સંબોધન દરમિયાન રાહુલ ગાંધી PM મોદીનો ઉલ્લેખ કરીને નિશાન સાધી રહ્યાં હતાં. આ દરમિયાન જનસભામાં કેટલાક લોકો પનૌતી-પનૌતીની બૂમો પાડવા લાગ્યાં. તે બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આપણાં છોકરાઓ વર્લ્ડ કપ જીતી જાત પણ પનૌતીએ હરાવી દીધા.’ તેમણે કહ્યું કે, ‘ટીવીવાળા આ નહીં કહે પણ જનતા જાણે છે.’

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment