ભારત સેમી ફાઈનલની મેચ કોની સામે રમશે? આવી ગયું છે મોટું અપડેટ.

P.Raval
By P.Raval
2 Min Read

ભારત સેમી ફાઈનલની મેચ કોની સામે રમશે? આવી ગયું છે મોટું અપડેટ.

ભારતે શ્રીલંકાને 302 જેટલા મોટા સ્કોરથી હરાવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર રીતે એન્ટ્રી મેળવી લીધી છે.

  • વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર રીતે ભારતની એન્ટ્રી થઈ ગયેલ છે.
  • શ્રીલંકા સામે 302 રનથી મહા જીત મેળવેલ છે.
  • ભારતની સતત સાતમી જીત છે.

આ વખતના વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડીયા બધી ટીમો પર છવાઈ ગઈ છે. ભારતે 7 માંથી 7 માં જીત મેળવીને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવનારી પહેલી ટીમ બની ગયેલ છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 302 રનથી મોટો પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ વખતના વર્લ્ડ કપમાં ભારતનું પલડું અતિ ભારે છે. એકમાત્ર ભારત જ 7 માંથી 7 મેચ જીત્યું છે. જો કે પોઈન્ટ ટેબલમાં તે બીજા નંબરે છે કારણ કે રનરેટ વધારે હોવાથી ભારત કરતાં સાઉથ આફ્રિકા નંબર વન ટીમ બની છે. આ જીત સાથે ભારતના પોઈન્ટ 14 છે. પોઈન્ટ ટેબલમાં તે ભારત પહેલા નંબરે છે જોકે સાઉથ આફ્રિકાનો રનરેટ વધારે છે.

VIRAT KOHLI BIRTHDAY માટે આખા સ્ટેડિયમમાં સેલિબ્રેશન માટે થઈ રહી છે ખાસ તૈયારી

15 નવેમ્બરે 2023 એ પહેલી સેમી ફાઈનલ રમાશે.

વર્લ્ડ કપ ટ્રોફીની દિશામાં રમાતી પહેલી મોટી ઈનિંગ એટલે સેમી ફાઈનલ છે. હાલના કપની સેમી ફાઈનલની પહેલી મેચ 15 નવેમ્બર 2023 ના રોજ મુંબઈમાં રમાશે. ભારત સેમી ફાઈનલમાં પ્રવેશનારી પહેલી ટીમ બનેલ છે. સેમી ફાઈનલમાં કુલ 4 ટીમ આવશે જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા નો સમાવેશ થઈ શકે છે. બીજી ટીમો પણ આવી શકે છે. સેમી ફાઈનલમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમાય તેવી પૂરી શક્યતા છે. ભારત હાલ પહેલા નંબર છે તેથી સેમી ફાઈનલમાં તેનો મુકાબલો 4 નંબરની ટીમ સાથે થશે. 2 જા નંબરે આવતી ટીમ 4 નંબરવાળી ટીમ સાથે ટકરાશે અને છેલ્લે 19 નવેમ્બરે આમાંથી બે ટીમ ફાઈનલમાં ટકરાશે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ભારત ચોથા નંબરે આવતી ટીમ સામે સેમી ફાઈનલમાં રમશે તે નક્કી છે. ચોથા નંબરે ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા આવી શકે છે.

- - Join For Latest Update- -
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment