શુભમન ગિલે ૨૦૨૩ માં રચ્યો નવો ઈતિહાસ, સચિન-કોહલી અને બાબરને પાછળ છોડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

P.Raval
By P.Raval
Shubman Gill created a new history in 2023

શુભમન ગિલે ૨૦૨૩ માં રચ્યો નવો ઈતિહાસ. શુંભમન ગિલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ગિલે સચિન તેંડુલકર, બાબર આઝમ અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો : વોશિંગ્ટન સુંદરે એશિયા કપ ફાઇનલમાં રમ્યા વિના અનોખો ઈતિહાસ રચ્યો

Shubman Gill created a new history in 2023
Shubman Gill created a new history in 2023

શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને

ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન શુભમન ગિલ આ વર્ષે ઘણા રન બનાવી રહ્યો છે. મેચ પછી મેચ, ગિલ ઘણા મોટા રેકોર્ડ બનાવી રહ્યો છે અને તોડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ વખતે ગિલે સચિન તેંડુલકર, હાશિમ અમલા, વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા દિગ્ગજોને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: ચાહકોને મળ્યા સારા સમાચાર, Team India Whatsapp Group શરૂ, આ રીતે જોડાઓ

ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં શુભમન ગિલે 97 બોલમાં 104 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. વનડેમાં ગિલની આ છઠ્ઠી સદી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત સદી ફટકારી છે.

- - Join For Latest Update- -

શુભમન ગિલે ૨૦૨૩ માં રચ્યો નવો ઈતિહાસ, સચિન-કોહલી અને બાબરને પાછળ છોડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ODI ક્રિકેટના ઈતિહાસમાં શુભમન ગિલ 35 ઈનિંગ્સમાં 1900 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ લિસ્ટમાં તેણે દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા, પાકિસ્તાનના બાબર આઝમ, ફખર ઝમાન અને વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.

  •  ODIની 35 ઇનિંગ્સમાં સૌથી વધુ રન
  •  શુભમન ગિલ- 1917 રન
  •  હાશિમ અમલા- 1844 રન
  •  બાબર આઝમ- 1758 રન
  •  રાસી વાન ડેર ડ્યુસેન- 1679 રન
  •  ફખર ઝમાન- 1642 રન

 શુભમન ગિલે આ વર્ષે તેની પાંચમી સદી ફટકારી હતી

આ વર્ષે શુભમન ગિલની આ પાંચમી સદી છે. તે એક કેલેન્ડર વર્ષમાં પાંચ કે તેથી વધુ સદી ફટકારનાર સાતમો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને શિખર ધવન આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. કોહલીએ ચાર વખત અને રોહિતે ત્રણ વખત આ કારનામું કર્યું છે. જ્યારે સચિન તેંડુલકર આવું માત્ર બે વખત કરી શક્યો હતો.

By P.Raval
Follow:
I am P.Raval. I am a blogger and content creator at MyGujju. I have experience in various fields which include current happenings in various fields including Government Jobs Updates, Government Schemes, Latest News Updates, Tech Trends, Sports, Gaming, Politics, Government Policies, Finance and etc.
Leave a comment