એકાએક થનારા મૃત્યુ આંકમાં 12 ટકાનો વધારો , હાર્ટ એટેક ને લઈને NCRB નો ચોકાવનારો રિપોર્ટ

P.Raval
By P.Raval 1
3 Min Read
હાર્ટ એટેક ને લઈને NCRB નો ચોકાવનારો રિપોર્ટ

હાર્ટ એટેક ને લઈને NCRB નો ચોકાવનારો રિપોર્ટ અનુસાર વર્ષ 20021 ની તુલનામાં 2022 માં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. 2022 માં હાર્ટ એટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા હતા.

  • વર્ષ 2022 માં દેશભરમાં 56,653 લોકોની અચાનક મૃત્યુ થઈ.
  • 2022 માં હાર્ટ એટેકને કારણે 32, 457 લોકો મૃત્યુ પામ્યા.
  • મહારાષ્ટ્રમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધુ.

છેલ્લા એક વર્ષમાં અચાનક મૃત્યુ થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયેલ છે. કોઈ જીમમાં વર્કઆઉટ કરતા કે કોઈ ડાન્સ કરતા અચાનક ઢરી પડ્યા અને મૃત્યુ થઈ ગયું. આવા અચાનક મૃત્યુના સમાચાર છેલ્લા થોડા દિવસોથી વધુ સામે આવી રહ્યા છે. આ દરમિયાન અચાનક મૃત્યુને લઈને રાષ્ટ્રીય અપરાધ બ્યુરો એટલે કે NCRB એ ચોકાવનારા આંકડા બહાર પાડ્યા છે.

2022 માં હાર્ટ એટેકને કારણે 32, 457 લોકો મૃત્યુ પામ્યા.

NCRBના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022 માં દેશભરમાં 56,653 લોકોની અચાનક મૃત્યુ થઈ છે.અહીં મહત્વનું છે કે આ આંકડા ગયા વર્ષની તુલનામાં 12% વધુ છે. આમાંથી 57% મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયા છે. NCRB ની એ રિપોર્ટ અનુસાર વર્ષ 2021 ની તુલનામાં 2022 માં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે.આંકડાની વાત કરીએ તો 2022 માં હાર્ટ એટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા હતા જે 2021 માં આવેલ 28,413 મૃત્યુના આંકડા કરતાં વધુ છે.

મહારાષ્ટ્રમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સૌથી વધુ.

વર્ષ 2022 માં મહારાષ્ટ્રમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સૌથી વધુ નોંધવામાં આવી છે મહારાષ્ટ્રમાં 12591, કેરળમાં 3993 અને ગુજરાતમાં 2853 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ હૃદય રોગના હુમલા થી મૃત્યુ પામેલા લોકોમાંથી 28,005 પુરુષો હતા જેમાંથી 22 હજાર લોકો 45 થી 60 વર્ષની વય જૂથના હતા.

ઉપરાંત રિપોર્ટમાં એમ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે કોરોના બાદ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ઘણી રિસર્ચમાં પણ એવો ખુલાસા થયા છે કે કોરોના વાયરસને કારણે હૃદયને ઘણું નુકસાન થયું છે અને હાર્ટ ફંક્શન ઘણું પ્રભાવિત થયું છે.

- - Join For Latest Update- -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા એ તાજેતરમાં સલાહ આપી હતી કે જે લોકો કોરોના સંકલિત થયા હતા તેઓ વધુ કસરત કે વધુ મહેનત ન કરે ,એવા લોકોએ માપમાં વર્કઆઉટ કરવું જોઈએ અને થોડા સમય માટે કોઈ સખત કામ ન કરવું જોઈએ.ICMR ના સ્ટડીને ધ્યાનમાં રાખીને એમણે કહ્યું કે કોવિડ 19 કારણે ભૂતકાળમાં હોસ્પિટલમાં દાખલ થવું અચાનક મૃત્યુનો પારિવારિક ઇતિહાસ અને જીવનશૈલીમાં ફેરફાર યુવાન લોકોમાં અચાનક મૃત્યુમાં વધારો કરવામાં ભૂમિકા ભજવી શકે છે

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment