ગુજરાતનાં આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો

P.Raval
By P.Raval
2 Min Read

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે.

  • ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારમાં હવામાનમાં પલટો.
  • ગીર સોમનાથમાં પડ્યો વરસાદ.
  • સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદ વરસ્યો.

ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વિવિધ વિસ્તારોમા હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવાર થી જ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.

 

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર

ગુજરાતના ગીર સોમનાથમાં વરસાદ

ગુજરાતના ગીર સોમનાથના દરિયાપટ્ટીના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદનો માહોલ બરાબરનો જામ્યો છે.જો કે, આ કમોસમી વરસાદની પગલે ખેડૂતો માં ચિંતા વ્યાપી છે. બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને લઈ પાક નુકસાનની ભિંતી સેવાઈ રહી છે.

- - Join For Latest Update- -

ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી

આજે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારી,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment