3 રાજ્યોમાં ભાજપનો ડંકો, સાંજે BJP હેડક્વાર્ટરથી PM મોદી કાર્યકર્તાઓને સંબોઘશે.

P.Raval
By P.Raval
1 Min Read
3 રાજ્યોમાં ભાજપનો ડંકો, સાંજે BJP હેડક્વાર્ટરથી PM મોદી કાર્યકર્તાઓને સંબોઘશે.

આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મત ગણના ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ આ 3 રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને બહુમતીના આંકડો સ્પર્શી લીધો છે. છત્તીસગઢમાં પણ કોંગ્રેસને BJP ટક્કર આપી રહી છે. તેલંગાણામાં જ્યાં પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક બેઠક પર જીતી મેળવી હતી ત્યારે આ વર્ષે સવારે 10:00 વાગ્યા સુધીના વલણો પ્રમાણે તે બે બેઠકો પર BJP આગળ છે. ત્યારે 3 રાજ્યોમાં ભાજપની બમ્પર જીત નક્કી જણાતા આજે સાંજે PM નરેન્દ્ર મોદી BJP હેડક્વાર્ટરથી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના PM નરેન્દ્ર મોદી આજે સાંજે 6:00 વાગ્યે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. મધ્યપ્રદેશની 230, તેલંગાણાની 119, રાજસ્થાનની 199 અને છત્તીસગઢની 90 બેઠકો માટે આજે ચૂંટણી પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે.

મત ગણતરીના ટ્રેન્ડમાં ભાજપ 3 રાજ્યોમાં આગળ છે. આવી સ્થિતિમાં પાર્ટીની સફળતા પર દિલ્હી સ્થિત BJP ના રાષ્ટ્રીય કાર્યાલયમાં જશ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. PM નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. PM મોદી દરેક વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પાર્ટી કાર્યાલયમાં જરૂર જાય છે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment