તમારા ચૂંટણીકાર્ડમાં સુધારો કરાવો છે? તો 26 નવેમ્બરનો રવિવાર ચુકતા નહીં, જાણો સુધારા માટે ક્યાં જવું

P.Raval
By P.Raval 1
2 Min Read
તમારા ચૂંટણીકાર્ડમાં સુધારો કરાવો છે

તમારા ચૂંટણીકાર્ડમાં સુધારો કરાવો છે :મતદારયાદીમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત તા.26 નવેમ્બર, રવિવારના રોજ યોજાશે ખાસ ઝુંબેશ દિવસ

નાગરિકો ગુજરાત રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે.

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા.26 નવેમ્બર, 2023 (રવિવાર)ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.26 નવેમ્બર, 2023ના રોજ ગુજરાત રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.

ભારતીય રેલવે: રેલવે મુસાફરોને મોટી રાહત! હવે QR કોડ અને UPI પેમેન્ટ દ્વારા બુક થશે ટ્રેન ટિકિટ, જાણો સંપૂર્ણ પદ્ધતિ અહીં.

- - Join For Latest Update- -

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા રાજ્યના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને http://voters.eci.gov.in/  ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment