સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે આ કચેરી ખાતે રજુ કરવા બાબત.

આ કચેરીના સંદર્ભ-(૧)માં દર્શાવેલ પરિપત્રથી ઉચ્ચત્તર પગાર ધોરણના કેસ રજુ કરવાની વય નિવૃત્તિની સમયમર્યાદા દૂર કરી સંબંધિત કચેરીની એક સાથે એક દિવસમાં ૧૦ (દસ) સેવાપોથી ૧૧=૦૦ થી ૨=૦૦ કલાક સુધીમાં રૂબરૂ આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી, ત્યાર બાદ સંદર્ભ-(ર)માં દર્શાવેલ પરિપત્રથી પ્રાથમિક શિક્ષકોની તાલુકા દીઠ ફાળવેલ તારીખે મંજુર થયેલ મહેકમને ધ્યાને લઈ માટેઃ ડિસેમ્બર-૨૦૨૧ દરમ્યાન પત્રક-૧ના કોલમ-૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી.

કોરોના સંક્રમણના ફેલાવાની શકયતા નિવારવા માટે તથા કર્મચારી અને વહીવટીતંત્રના હિતને ધ્યાને લઈને બહોળા પ્રમાણમાં સેવાપોથી પણ સ્વીકારી શકાય અને સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન પણ થઈ શકે તે માટે પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રજુ કરવાના કિસ્સામાં આ સાથે સામેલ પત્રક-૧,માં જણાવ્યા મુજબ માહેઃ જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન દર્શાવેલ તારીખે જે તે જિલ્લાની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી દ્વારા તાલુકાદીઠ પત્રકના કોલમ-૫ માં જણાવેલ મહેકમને ધ્યાને લઈ કોલમ-૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી રજુ કરવાની રહેશે. સંબંધિત તાલુકા/જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના કેસોમાં બી.આર.સી./સી.આર.સી. ખાતે કાર્યરત પ્રાથમિક શિક્ષકોના કેસોનો સમાવેશ કરવાનો રહેશે, અલગથી સેવાપોથી રજુ કરવાની રહેશે નહીં. ગત માસમાં સંબંધિત જિલ્લાના જે તાલુકાની ઓછી સેવાપોથી રજુ થયેલ છે તેના બદલે માહે જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન અન્ય તાલુકાની સેવાપોથીમાં વધારો કરેલ છે.

પ્રાથમિક શિક્ષકોના કૈસ સિવાય અન્ય કચેરીઓ માટે આ કચેરીના સંદર્ભ-(૧)માં દર્શાવેલ પરિપત્રથી આપેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે તથા સંદર્ભ-(૩)નાં દર્શાવેલ પરિપત્રની સૂચના મુજબ તમામ કચેરીઓ દ્વારા કર્મચારીની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાર રજુ કરવામાં આવે ત્યારે અવસાન/કોર્ટ મેટર તથા નિવૃત થયેલ/થનાર કર્મચારીની અગ્રતાના ધોરણે રજુ કરવાની રહેશે.WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ